-
રાજ્ય સરકારે જાહેર કર્યા છે જંત્રીનાનવા ભાવ
-
ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં ખુશી ગમનો માહોલ
-
વાલિયામાં મળી ખેડૂતોની બેઠક
-
જંત્રીના ભાવને લઈને ખેડૂતોએ કર્યો વિરોધ
-
જિલ્લા કલેકટરને કરવામાં આવશે રજૂઆત
ભરૂચ જિલ્લામાં જંત્રી બાબતે ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધનોસુર સરકાર સામે ઉઠવા લાગ્યો છે.ત્યારે ક્યાંક ખેડૂતોમાં નવી જંત્રીના ભાવને લઈને ખુશી છે,તો ક્યાંક ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ પડી રહ્યો છે,ત્યારે આવનારા પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાં ઘણી મોટી માત્રામાં જમીન સંપાદનની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવે એવા એંધાણથી વાલીયા તાલુકાના તુણા ગામ ખાતે ગતરોજ જંત્રી ઓછી કરી દેવાના સંદર્ભમાં ભરૂચ તાલુકાના ડેરોલ ગામના વતની રણજીતસિંહ ડાભીના અગ્રસ્થાને પુણાગામ મંદિર ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી.જે બેઠકમાં તૂણા,સોડગામ, સહિત વિવિધ ગામના ખેડૂત અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.
આ બેઠકમાં સરકાર સામે જંત્રી બાબતે વિરોધનો સુર જોવા મળ્યો હતો. અને આવનારા દિવસોની વાલીયા તાલુકાના ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરી પોતાની જંત્રી વધારવાની માંગ કરવામાં કરશે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે આમોદ તાલુકાના ખેડૂત અગ્રણી રણજીતસિંહ ડાભી,વાલીયા તાલુકાના ખેડૂત અગ્રણી દિલીપસિંહ મહીડા,યોગેન્દ્રસિંહ સાંગલોટ,યોગેશ મહિડા,નરેન્દ્રસિંહ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
બીજી તરફ અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે ભાડભૂત બેરેજ ડાબા કાંઠાના જમીન ગુમાવનાર ખેડૂતો ઉપસ્થિત રહી સરકાર દ્વારા નવા જંત્રી ના ભાવ અંગે ચર્ચા કરી હતી. અને સરકાર દ્વારા જે તે જગ્યાનો સાયન્ટિફિકલી સર્વે કરી જંત્રીના ભાવ રિવાઇઝ કર્યા છે.ભાવ રિવાઇઝ કરતા ધરતીનો તાતના ચહેરા પર હલકું સ્મિત રેલાયું છે.ખાસ કરીને જમીનની કિંમત ધરતીનો તાત આંકી રહ્યો હતો એટલો ભાવ રિવાઇઝ થયો નથી પણ તેના સમક્ષ ભાવ રિવાઇઝ થતા હવે તેમના ગુંચવાયેલા વળતરનો મુદ્દો વહેલી તકે ઉકેલાશે તેવી ફરી આશા બંધાઈ છે. આ અંગે ભાડભૂત અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિના આગેવાન હિરેન ભટ્ટે વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા સાયન્ટીફીક રીતે સર્વે કરીને આખા ભરૂચ જિલ્લાનો જે ખરેખર બજાર ભાવ છે તેને ધ્યાને લઈ નવી જંત્રી નક્કી કરવાની તૈયારીરૂપે નવા ભાવ જે નક્કી કરવામા આવ્યા છે,એ અમારા ખેડૂત ભાઈઓ દ્વારા જે માંગણી હતી તેના કરતાં ઓછા છે પરંતુ નવા ભાવ પ્રમાણે જો વળતર ચુકવાય તો ખેડૂતોને આનંદ થશે.