ભરૂચ: ઝઘડિયા તાલુકાના ગામોમાં જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા વિરોધ

ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોમાં જમીન સંપાદન બાબતે ખેડૂતો સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

New Update
Advertisment
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • ઝઘડિયાના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવાયો

  • જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા વિરોધ

  • ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા થનાર છે જમીન સંપાદન

  • ખેડૂતો જમીન વિહોણા થઈ જશે એવો આરોપ

Advertisment
ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોમાં જમીન સંપાદન બાબતે ખેડૂતો સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પંડાલય અને મોરણના ખેડૂતોએ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આજરોજ ભરૂચ કલેકટરને રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર પાઠવી આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ પડાળ, ડમલાય અને મોરણ ગામના વિસ્તારની ખેતીની જમીન ગુજરાત ખાણ ખનીજ વિભાગ નિગમ દ્વારા જમીન સંપાદન કરી કોલસા માટે ખોદકામ થનાર હોવાનું જાહેરનામું પાડવામાં આવ્યું છે.
આ બાબતે ગુજરાત ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈપણ ગ્રામસભામાં ઠરાવ સહિત ખેડૂતોને જાણ કર્યા વગર જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.જેનો ખેડૂતો અને ગ્રામજનોએ સખત વિરોધ કરીએ છે. જો આવું કરવામાં આવશે તો આવનારા સમયમાં હજારો ખેડૂતોએ જમીન વિહોણા થઈ જવું પડશે જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોના બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ જશે.આ જમીન સંપાદન તાત્કાલિક અટકાવી આદિવાસીઓનું જીવન બચાવવા માંગ કરવામાં આવી છે
Latest Stories