ભરૂચ : જંબુસરમાં ઢાઢર નદીમાં પૂર બાદ ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતો માટે સર્જાઈ નુકસાનની પરિસ્થિતિ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ઢાઢર નદીના પૂરના પાણીએ ભારે તારાજી સર્જી હતી, જોકે પૂરના પાણીએ ખેતરોમાં પણ જમાવટ કરતાં ખેતીના પાકમાં મોટી નુક્સાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

New Update

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ઢાઢર નદીના પૂરના પાણીએ ભારે તારાજી સર્જી હતી, જોકે પૂરના પાણીએ ખેતરોમાં પણ જમાવટ કરતાં ખેતીના પાકમાં મોટી નુક્સાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં પડેલા વરસાદ અને ઢાઢર નદીમાં આવેલા ઘોડાપૂરને લઈને  જંબુસર તાલુકાના મંગણાદ,મહાપુરા અને કુંઢળ ગામના ખેડૂતોની હાલત દયનીય બની છે, ખેડૂતોનો ઉભો પાક કપાસ,તુવેર,દિવેલા તેમજ શાકભાજીના છોડ બળી જવા પામ્યા છે.અને ઘણા ખેતરમાં પાણીના પ્રવાહથી જમીનનું ધોવાણ પણ થયું હોવાનું જાણવા મળ્યું છે. દર વખતે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે છે પણ પાક નુકસાનીનું વળતર મળતું ન હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.અને ખેડૂતોની માંગ છે કે જરૂરી સર્વે કરી ખેડૂતોને પાક નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
Read the Next Article

ભરૂચ:જે.બી. મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ બેગનો મોટો જથ્થો આવ્યો, તંત્ર દોડતું થયું

શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં નગરપાલિકાના અધિકારીઓ અને ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ટીમ સાથે દોડી ગયા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી

New Update
  • ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીકનો બનાવ

  • શંકાસ્પદ કેમિકલ ભરેલ બેગ મળી આવી

  • બેગનો મોટો જથ્થો મળી આવ્યો

  • ચીફ ઓફીસરે કર્યું નિરીક્ષણ

  • જીપીસીબીને કરવામાં આવી જાણ

ભરૂચના જેવી મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી બેગ મળતા તંત્ર દોડતું થયુ હતું.બેગના મોટા જથ્થા અંગે જીપીસીબી ને જાણ કરવામાં આવી છે. ભરૂચ શહેરના મોદી પાર્કથી ભારતી રો હાઉસ તરફ જવાના મુખ્ય માર્ગ પાસે શંકાસ્પદ કેમિકલ જેવો પદાર્થ ભરેલ બેગનો મોટો જથ્થો મળી આવ્યો છે. છે. શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં તંત્ર દોડતું થયું છે. આ ઘટનાની જાણ નગરપાલિકાના અધિકારીઓને થતા  ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ટીમ સાથે દોડી ગયા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી હતી.
શંકાસ્પદ બેગ પર દહેજની ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ટેગ ચોંટાડેલા હતા. આ બાબતે નગરપાલિકા દ્વારા તરત જ જીપીસીબી ને જાણ કરવામાં આવી હતી.હાલમાં જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે આ  કેમિકલ પદાર્થ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં. જો તે ઝેરી કે જોખમભર્યો સાબિત થાય તો સંબંધિત કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવશે. અત્રે મહત્વપૂર્ણ છે કે, આ માર્ગ પરથી રોજ હજારો લોકોનો અવરજવર રહે છે અને આવા અસામાજિક તત્વો દ્વારા ખુલ્લા વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાંખવામાં આવે તો લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે.