ભરૂચમાં ભારે વરસાદ અને નર્મદા નદીમાં પૂરથી 1.18 લાખ હેક્ટર જમીન પરની ખેતીને નુકસાન

ભરૂચ નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ગોલ્ડન બ્રિજનું જળસ્તર 27 ફૂટે પહોંચતા જિલ્લામાં 48 ગામોમાં પૂરના તોફાની પાણી ફરી વળ્યા હતા.

New Update

ભરૂચ નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ગોલ્ડન બ્રિજનું જળસ્તર 27 ફૂટે પહોંચતા જિલ્લામાં 48 ગામોમાં પૂરના તોફાની પાણી ફરી વળ્યા હતા. જિલ્લામાં પૂરની સ્થિતિને કારણે કુલ 1 લાખ 18 હજાર હેક્ટર જમીન પરની ખેતીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી જંબુસર તાલુકાની સૌથી વધુ 43 હજાર હેક્ટર જમીનને પૂર ગ્રસ્ત જાહેર કરવામાં આવી છે.

નર્મદા નદીમાં પૂરથી 1.18 લાખ હેક્ટર જમીન પરની ખેતીને નુકસાન

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં  છોડવામાં આવ્યું હતું,જોકે તેના કારણે ભરૂચ ગોલ્ડન બ્રિજની જળસપાટી 27 ફૂટ સુધી પહોંચી હતી,અને જિલ્લાના 48 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.જેમાં જંબુસર, ઝઘડીયા, અંકલેશ્વર, હાંસોટ અને ભરૂચ તાલુકાઓને સંભવિત પૂર પીડિતો જાહેર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરના 5 ગામોમાંથી પણ 300થી વધુ લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાંથી દૂર કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના જમીન માપણીમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે,જાણવા મળ્યું હતું કે, જિલ્લામાં થયેલા એક સર્વે મુજબ પૂરના પાણીને કારણે જિલ્લામાં કુલ 1 લાખ 18 હજાર હેકટર જમીન પરની ખેતીમાં નુકસાન થયું છે,અને સૌથી વધુ 43 હજાર હેક્ટર જમીનમાં આમોદ અને જંબુસર કાંઠે નુકસાન થયું છે. અને કુલ નુકસાનનો અંદાજ રૂપિયા 110 કરોડ આંકવામાં આવી રહ્યો છે.
 
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ખેતીમાં નુકસાન સંદર્ભે 350 કરોડનું સમર્થન પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું,પરંતુ આ સહાય ખેડૂતોને હજી સુધી મળી ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જિલ્લા પંચાયત ના ખેતી નિયામક પ્રવીણ મંડાણીએ જણાવ્યું હતું કે, વરસાદની મોસમ પહેલા વરસાદી કાંસની સફાઈનું કામ ઘણી એજન્સીઓને સોંપવામાં આવે છે, પરંતુ આ એજન્સીઓ તેમનું કામ સારી રીતે કરતી નથી, પરિણામે વરસાદી પાણી ભરાઈ જાય છે અને ખેતીને નુકસાન થાય છે.મંડાણીએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે તેમણે સમગ્ર સમસ્યા અંગે સરકાર અને જિલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી છે. એજન્સી સરકાર પાસેથી પૂરા પૈસા લે છે અને સંપૂર્ણ કામ કરતી નથી, જેના કારણે ખેડૂતો અને સરકારની તિજોરીને મોટું નુકસાન થાય છે.
 

Latest Stories