ભરૂચ જિલ્લામાં વાયરલ ઇન્ફેક્શનથી થતા રોગોનાં દર્દીઓથી હોસ્પિટલ ઉભરાયા

ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુનાં અહેસાસ સાથે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.

New Update
Advertisment
  • ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુની  અસર

  • વાયરલ ઇન્ફેક્શનના કેસમાં થયો વધારો

  • દર્દીઓથી  હોસ્પિટલ  ઉભરાઈ

  • શરદી,ખાંસી,તાવ સહિતનાં રોગથી પીડાતા લોકો

  • ઋતુજન્ય રોગથી સાવચેત રહેવા ડોક્ટરની અપીલ

Advertisment

ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુનાં અહેસાસ સાથે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાંપણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાયરલ ઇન્ફેક્શન સહિત  મલેરિયા,ડેન્ગ્યુ જેવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.જેમાંવાયરલ ઇન્ફેક્શનની વાત કરીએ તો બદલાતી જીવનશૈલી,રોગપ્રતિકારક શક્તિનો અભાવ હવામાનમાં વધતું જતું પ્રદૂષણ વગેરે અને કારણો જવાબદાર હોવાનું કહેવાય છે.સાથે સાથે જ દિવાળી વેકેશનમાં ફરવા જતા લોકો બહારની ચીજ વસ્તુઓ આરોગતા હોય છે.ત્યારે આવા સંજોગોમાં આ તકલીફોમાં વધારો જોવા મળી રહ્યો છે.

તદ્ઉપરાંત પ્રદૂષિતવાતાવરણમાં રહેલા ગેસ અને ઝેરી રજકણો હવાને અશુદ્ધ કરે છે અને તે લોકોના શ્વાસમાં જવાથી લોકો વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા હોવાનું પણ જાણકારો કહી રહ્યા છે.જોકે ખાસ વાત કરીએ તો છેલ્લા સપ્તાહથી વાતાવરણમાં થઈ રહેલા ફેરફારથી ઠંડી અને ગરમીના કારણે અનેક લોકો વાયરલ ઇન્ફેક્શનની ઝપેટમાં આવી રહ્યા છે.દિવસે ગરમી અને રાતે તેમજ વહેલી સવારે વાતાવરણમાં ઠંડક સાથે ભેજના કારણે શરદી તાવ અને ખાસ કરીને ગળું પકડાઈ જવું ખાંસી જેવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

 

Latest Stories