ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, ઠેર ઠેર ધોધમાર વરસાદ શરૂ થતા ગરબા આયોજકો ચિંતામાં

ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં અચાનક બદલાયેલા માહોલ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું

New Update
  • ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ

  • હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી

  • સવારથી જ ઠેર ઠેર વરસાદ

  • ગરબા આયોજકો ચિંતામાં

  • ગરબા ગ્રાઉન્ડ પર કાદવ કીચડનું સામ્રાજ્ય

ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર હાંસોટ પંથકમાં નવરાત્રીના મધ્યચરણમાં ભારે વરસાદ વરસતા ખેલૈયાઓ-ગરબા આયોજકોની ચિંતા વધી છે
ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં અચાનક બદલાયેલા માહોલ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ ભારે વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતીને લાભ થવાની આશા છે, જ્યારે નવરાત્રીના મધ્ય ચરણમાં વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે. ખુલ્લા મેદાનોમાં યોજાતા ગરબા કાર્યક્રમો વરસાદને કારણે અસરગ્રસ્ત થવાની શક્યતા છે.હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરી છે. નૈઋત્યનું ચોમાસુ વિદાય લેવા જઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર વરસાદનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે.ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
Latest Stories