ભરૂચની નિર્ભયાનું મોડી રાત્રે પોસ્ટમોર્ટમ, મૃતદેહને વતન ઝારખંડ રવાના કરાયો

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાળકીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયું હતું અને બાદમાં તેના માદરે વતન મોકલવામાં આવ્યો હતો. 10 વર્ષીય બાળકી સાથે નરાધમ આરોપીએ 16 ડિસેમ્બરે વિકૃતિ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું

New Update
Advertisment
  • ભરૂચની નિર્ભયાનું સારવાર દરમ્યાન મોત

  • વડોદરાની સયાજી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

  • મોડી રાત્રે કરવામાં આવ્યું પોસ્ટમોર્ટમ

  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોસ્ટમોર્ટમ કરાયુ

  • બાળકીના મૃતદેહને વતન ઝારખંડ મોકલાયો

Advertisment
ભરૂચની 10 વર્ષની નિર્ભયાનું સારવાર  દરમિયાન વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યા બાદ મોડી રાત્રે પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને બાળકીના મૃતદેહને તેના વતન ઝારખંડ ખાતે રવાના કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાની બાળકી સાથે દુષ્કર્મ આચાર્ય બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. વડોદરાની એસએસસી હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલી રહી હતી પરંતુ આ બાળકીનો જીવ બચી શક્યો ન હતો. સોમવારે સાંજે તેનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા જીદ કરવામાં આવી હતી અને ઉગ્ર વિરોધ બાદ રાતે જ બાળકીનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું અને મધ્ય રાત્રિએ બાળકીનો મૃતદેહ ઝારખંડ મોકલી આપવામાં આવ્યો હતો.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાળકીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયું હતું અને બાદમાં તેના માદરે વતન મોકલવામાં આવ્યો હતો. 10 વર્ષીય બાળકી સાથે નરાધમ આરોપીએ 16 ડિસેમ્બરે વિકૃતિ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું જેના પગલે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 10-10 ડોક્ટરોની ટીમ બાળકીની સારવાર કરી રહી હતી પરંતુ અંતે આ બાળકી જિંદગી સામે જંગ હારી ગઈ હતી.

ભરૂચની નિર્ભયા જિંદગી સામે જંગ હારી જતા ભરૂચમાં વિવિધ સંગઠનની મહિલાઓ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક બે મિનિટનું મૌન પાળી તેમજ કેન્ડલ પ્રજવલિત કરી બાળકીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા સાથે જ મહિલાઓએ રોષ પૂર્વક નરાધમ આરોપીને ફાંસીની સજાની પણ માંગ કરી હતી
દસ વર્ષની નિર્ભયાનું સારવાર દરમિયાન મોત થતા કોંગ્રેસના મહિલા નેતા મુમતાઝ પટેલનું પણ નિવેદન સામે આવ્યું હતું.મુમતાઝ પટેલે કહ્યું હતું કે આ મામલે ગુજરાત સરકારનું મૌન રહસ્યને ઘેરા બનાવતું રહ્યું છે.પીડિત પરિવાર સતત સુરક્ષા અને સારવારને લઈને ચિંતિત હતો. સાથે તેઓએ તાત્કાલિક અને વહેલી તકે આરોપીને સજા સાથે ન્યાય મળે તેવી માંગ કરી હતી.
Latest Stories