રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 50 દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગોનું પ્રત્યારોપણ કરાયું

એમ.આઈ.પટેલ રોટરી યૂથ સેન્ટર ખાતે લાભર્થીઓને તબીબોની મદદ વડે કુત્રિમ અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું

New Update
રોટરી ક્લબ ઓફ ભરૂચ

રોટરી ક્લબ ઓફ ભરૂચ અને નર્મદાનગરીનું આયોજન

એમ.આઈ.પટેલ રોટરી યૂથ સેન્ટર ખાતે યોજાયો કાર્યક્રમ

50 દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગો અર્પણ કરાયા

તબીબોની મદદ વડે કુત્રિમ અંગોનું પ્રત્યારોપણ કરાયું

રોટરી ક્લબના સભ્યો અને લાભર્થીઓ ઉપસ્થિત રહ્યા

 રોટરી ક્લબ ઓફ ભરૂચ અને નર્મદાનગરી દ્વારા એમ.આઈ.પટેલ રોટરી યૂથ સેન્ટર ખાતે 50 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગો અર્પણ કરવામાં આવ્યા હતા. આકસ્મિક ઘટનાઓમાં હાથ-પગ ગુમાવનાર દિવ્યાંગ લોકો આત્મનિર્ભર બને તે માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરી ભરૂચ-નર્મદાનગરી આગળ આવી છે. આ સંસ્થાઓ દ્વારા ભરૂચ શહેર અને જિલ્લાના 50 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગો અર્પણ કરવામાં આવ્યા હતા.

 ભરૂચ શહેરના સિટી સેન્ટર નજીક આવેલ એમ.આઈ.પટેલ રોટરી યૂથ સેન્ટર ખાતે લાભર્થીઓને તબીબોની મદદ વડે કુત્રિમ અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીરોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રિઝવાના ઝમીનદારડો. યુવરાજસિંહ ગોહિલડો. અલ્પેશભાઈ તેમજ મોટી સંખ્યામાં રોટરી ક્લબના સભ્યો અને લાભર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Latest Stories