New Update
/connect-gujarat/media/media_files/2024/12/06/RjyduLR1BeXJFyOYZOWb.jpg)
ભરૂચના વડદલા ગામ પાસે આવેલ મેકડોનાલ્ડની બાજુમાં મહિન્દ્રા શો રૂમને તસ્કરોએ નિશાન બનાવી રોકડા ૫ લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વરની પીરામણ ગામના નેશનલ એપાર્ટમેન્ટમાં રહેતા શક્કાફ ગુલામ હુસેન શેખ ભરૂચના વડદલા ગામ પાસેના મેકડોનાલ્ડની બાજુમાં આવેલ મહિન્દ્રા શો રૂમમાં જનરલ મેનેજર સેલ્સ તરીકે નોકરી કરે છે.
જેઓના શો રૂમને ગત તારીખ-૩જી ડીસેમ્બરના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ એકાઉન્ટ ઓફિસની બારીનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસના ટેબલના ડ્રોવર રહેલ રોકડા ૫ લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કર શો રૂમમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.ચોરી અંગે ભરૂચ સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવીના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories