ભરૂચ: અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે વૃક્ષારોપાણ-નેત્ર નિદાન કેમ્પ યોજાયો

ભરૂચ ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં વૃક્ષારોપણ કાર્યક્રમ તથા આંખનો નિદાન કેમ્પ યોજાયો હતો

New Update
tralsa.jpeg

ભરૂચ ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં વૃક્ષારોપણ કાર્યક્રમ તથા આંખનો નિદાન કેમ્પ યોજાયો હતો

ભરૂચના ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રમાં અબોલ જીવો માટે કાર્ય કરતી સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના પ્રમુખ જયેશ પરીખ તથા હીના પરીખ દ્વારા તેમના પૂજ્ય માતુશ્રીના  90માં જન્મદિન 
નિમિત્તે દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પર્યાવરણની જાળવણીના હેતુસર વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો હતો.આ સાથે શંકરા આઈ હોસ્પિટલ દ્વારા વિના મૂલ્યે મોતિયા બિંદ ઓપરેશન તથા આઇ ચેકઅપના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો આજુબાજુના ગામોના  60 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. સદર કાર્યક્રમમાં અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંચાલકો તેમજ આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા