અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર અલવા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત, 2 લોકોને ઇજા

તે દરમિયાન અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે ઉપર હાંસોટના અલવા ગામ પાસે સામેથ આવેલ અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સંજય શર્મા અને તેના મિત્રનો આબાદ બચાવ થયો હતો

New Update
hnsto acnd

હાંસોટના અલવા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત

સુરત ખાતે રહેતા સંજય શર્મા પોતાના મિત્ર સાથે આજે વહેલી સવારે અમદાવાદ ખાતે જવા નીકળ્યા હતા.તે દરમિયાન અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે ઉપર હાંસોટના અલવા ગામ પાસે સામેથ આવેલ અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સંજય શર્મા અને તેના મિત્રનો આબાદ બચાવ થયો હતો જયારે સામેની કારમાં સવાર ત્રણ પૈકી બે લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત અંગેની જાણ થતાં હાંસોટ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે આ માર્ગ ઉપર વારંવાર અકસ્માત ઘટનાઓ સામે આવી રરહ્યા છે ત્યારે માર્ગને ફોર લેન બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
Latest Stories