ભરૂચ: કલેકટર કચેરી નજીક બે જૂથ બાખડયા, યુવાન પર ચપ્પુથી હુમલો થતા સામસામી પોલીસ ફરિયાદ

અક્ષય રાઠોડે તેના હાથમાં રહેલ ચપ્પુ રાહુલ ભુરીયાને પેટ અને માથાના મારી દેતા તેને ઈજાઓ પહોંચતા તે લોહી લુહાણ બન્યો હતો.જયારે આ મારામારીમાં મહેશને પણ ઈજાઓ પહોંચી હતી.

New Update
Bharuch Police Complaint
Advertisment
ભરૂચની મામલતદાર કચેરી સામે ગરનાળા પાસે પગ અડી જતા એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા એક યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.જયારે અન્ય ત્રણને સામાન્ય ઈજાઓ પહોંચી 
Advertisment
મૂળ દાહોદ અને હાલ ભરૂચની મામલતદાર કચેરી સામે ગરનાળાની બાજુની ઝુંપડીપટ્ટીમાં રહેતો સુરેશ રમેશ હઠીલા ગતરોજ રાતે પોતાના મિત્રો સાથે ગરનાળાની બાજુમાં બેઠો હતો.તે દરમિયાન અક્ષય બળવંત રાઠોડ અને સુનીલ વસાવા પસાર થઇ રહ્યા હતા તે વેળા સુનીલ વસાવાનો પગ સુરેશને અથડાઈ ગયો હતો તે સમયે તેણે ભાઈ થોડું જોઇને ચાલો તેમ કહેતા જ સુનીલ અને અક્ષય રાઠોડે આવેશમાં આવી જઈ સુરેશ હઠીલા સાથે ઝઘડો કરી અપશબ્દો ઉચ્ચારતા યુવાન તેના ઝુંપડામાં જતો રહ્યો હતો.
તે બાદ અડધો કલાક બાદ ફરી ઝઘડો કરનાર યુવાનો અન્ય અમિત રાઠોડ સાથે આવી ફરી ઝઘડો કર્યો હતો જે ઝઘડામાં સુરેશ હઠીલાના ફોન દીકરા રાહુલ મીટીયા ભુરીયા અને મહેશ ભુરીયા વચ્ચે બચાવવા પડ્યા હતા જે સમયે અક્ષય રાઠોડે તેના હાથમાં રહેલ ચપ્પુ રાહુલ ભુરીયાને પેટ અને માથાના મારી દેતા તેને ઈજાઓ પહોંચતા તે લોહી લુહાણ બન્યો હતો.જયારે આ મારામારીમાં મહેશને પણ ઈજાઓ પહોંચી હતી.ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક રીક્ષામાં સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયારે સામે પક્ષના અક્ષય બળવંત રાઠોડે નોંધાવેલ ફરિયાદ અનુસાર તેના મિત્ર સુનીલ વસાવાનો ભરૂચની મામલતદાર કચેરી સામે ગરનાળા પાસે ઝઘડો થયેલ હોવાનું તેના મિત્રએ જણાવતા તે ત્યાં પહોંચ્યો હતો જેની પાછળ તેનો નાનો ભાઈ પણ ત્યાં પહોંચ્યો હતો.જ્યાં રાહુલ મીટીયા ભુરીયા અને મહેશ ભુરીયાએ લોખંડની પાઈપ અને લાકડાના સપાટા વડે ત્રણેય યુવાનો ઉપર તૂટી પડ્યા હતા.અને માર માર્યો હતો.
Advertisment
આ મારામારીમાં અક્ષય અને અમિતને ઈજાઓ પહોંચતા તેઓને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મારામારી અંગે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.અત્રે ઉલ્લેખની છે કે જાહેર માર્ગ ઉપર જ ઝઘડો થતા સ્થળ પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
Latest Stories