ભરૂચ: નગરપાલિકા કચેરી નજીક ટેમ્પોની અડફેટે રીક્ષામાં સવાર બે મહિલાઓને ગંભીર ઈજા

અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.એક મહિલા મુસાફર અકસ્માતગ્રસ્ત ઓટો રીક્ષામાં ફસાઈ જતા તેને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવી

New Update
Bharuch Rikshaw Accident
Advertisment
ભરૂચ નગર પાલિકા કચેરી નજીક ટેમ્પોની અડફેટે રીક્ષામાં સવાર બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઓટો રીક્ષા બે મહિલા મુસાફરને લઇ નગર પાલિકા કચેરી નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે પાલિકા કચેરી તરફથી આવેલા ટેમ્પોએ ઓટો રીક્ષાને અડફેટે લીધી હતી.
અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.એક મહિલા મુસાફર અકસ્માતગ્રસ્ત ઓટો રીક્ષામાં ફસાઈ જતા તેને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.ઘટના સંદર્ભે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
Latest Stories