ઝઘડીયા : નવા માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક કેનાલ પરના જર્જરિત નાળાથી જોખમ,ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી નવું બનાવવા સ્થાનિકોની માંગ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે,જયારે નવા માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક કેનાલ પર આવેલું નાળું છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે

New Update
  • રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર

  • રસ્તા પરનું નાળું પણ બન્યું ખખડધજ

  • કેનાલ પરનું નાળુ બિસ્માર બનતા હાલાકી

  • ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા માંગ

  • ત્વરિત નવું નાળુ બનાવવા માટે ઉઠી માંગ      

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે,જયારે નવા માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક કેનાલ પર આવેલું નાળું છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે,જેના કારણે વાહન ચાલકોએ નાળા પરથી પસાર થવું જોખમરૂપ બની ગયું છે.તેથી સ્થાનિકો દ્વારા તંત્ર પાસે નાળા પર ભારે વહાનો પર પ્રતિબંધ મૂકીને નવું નાળું બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છેતંત્ર દ્વારા આ માર્ગનું પેચવર્ક કરવામાં આવે છે,પરંતુ અહીંયા પથ્થરની ખાણો આવેલી હોવાથી ભારે વાહનોની અવર જવર વધારે રહે છે.જેના કારણે રોડ પર ખાડાઓ પડી જાય છે અને માર્ગ બિસ્માર બને છે.જેનું નવીનીકરણ કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છેસાથે આ રોડ ઉપર નવા માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક કેનાલ પર આવેલું નાળું છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે

સ્થાનિકોના જણાવ્યા મુજબ હાથથી પણ નાળાનું સિમેન્ટકોંક્રિટ ઊખડી જાય છે અને સળિયા પણ બહાર નીકળી ગયા છે,તેમજ નાળા ઉપર બનાવેલી ગ્રીલ પણ તૂટી ગઈ છેસ્થાનિકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પથ્થરની ખાણો આવેલી હોવાથી જર્જરિત નાળા પરથી રોજના હજારો ભારે વાહનો પસાર થાય છે.જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છેતંત્ર દ્વારા રાજપારડીથી નેત્રંગને જોડતા બિસ્માર માર્ગ અને કેનાલ પર આવેલા નાળાને નવું બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી.

Latest Stories