અંકલેશ્વર:અકસ્માતમાં ઘવાયેલ ગાયોની સારવાર કરાવી આપવામાં આવે છે નવજીવન, સામાજિક આગેવાનોનો અનોખો સેવાયજ્ઞ

અંકલેશ્વરના પાનોલીમાં રસ્તે રઝડતી અને અકસ્માતગ્રસ્ત ગાયને બચાવવા અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.અકસ્માતમાં ઘાયલ ગાયને આશ્રમમાં લાવી તેની સારવાર દ્વારા નવજીવન આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.

New Update
  • અંકલેશ્વરના પાનોલીમાં સેવાયજ્ઞ

  • અકસ્માતમાં ઘવાયેલ ગાયની કરવામાં આવે છે સારવાર

  • આશ્રમમાં પશુ ચિકિત્સકો દ્વારા સારવાર આપવામાં આવે છે

  • વિવિધ સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો

  • પશુઓને રખડતા ન મૂકી દેવા અપીલ

અંકલેશ્વરના પાનોલીમાં રસ્તે રઝડતી અને અકસ્માતગ્રસ્ત ગાયને બચાવવા અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.અકસ્માતમાં ઘાયલ ગાયને આશ્રમમાં લાવી તેની સારવાર દ્વારા નવજીવન આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.
અંકલેશ્વર તાલુકાના પાનોલી વિસ્તારમાં રોડ પર અકસ્માતગ્રસ્ત ગાયોને બચાવવા માટે અનોખી સેવાત્મક પહેલ થઈ છે. સામાજિક કાર્યકર રજનીશસિંહ અને તેમની ટીમે મળીને ખાસ સેવા આશ્રમ શરૂ કર્યો છે, જ્યાં રસ્તા પર ઇજાગ્રસ્ત મળી આવતી ગાયોને તરત સારવાર માટે ખસેડી લાવવામાં આવે છે.રસ્તા પર વિઆએલ અથવા અકસ્માતમાં ઘવાયેલ ગાયને બચાવવા માટે સ્વયંસેવકોની ટીમ ઘટના સ્થળે દોડી જઈ ગાયને સુરક્ષિત રીતે આશ્રમ સુધી પહોંચાડે છે ત્યાં પશુચિકિત્સકોને બોલાવી પ્રાથમિક સારવારથી લઈને જરૂરી તમામ સારવાર આપવામાં આવે છે.કેટલીક ગાયોને ગંભીર ઈજા હોય છતાં સતત સારવાર, દવા અને સંભાળ વડે નવજીવન આપવામાં આવ્યું છે.
 આ સેવાયજ્ઞમાં અનેક સેવાભાવી સંસ્થાઓ પણ સહકાર આપી રહી છે, જેના કારણે આ કાર્ય વધુ વ્યાપક બની રહ્યું છે. રજનીશસિંહના જણાવ્યા મુજબ, રસ્તા પર નિર્દોષ પશુઓ અકસ્માતમાં તબાહી વેઠે છે, ત્યારે તેમનું જીવન બચાવવું માનવધર્મ છે. સાથે જ તેઓએ પશુમાલિકોને પણ અપીલ કરતા જણાવ્યુ હતું કે નિર્દોષ પશુઓને રસ્તે રઝડતા ન મુકવામાં આવે.
Latest Stories