Connect Gujarat
ગુજરાત

ભાવનગર : 108ની આરોગ્ય સેવા પાલિતાણાની સગર્ભા માટે મૂલ્યવાન સાબિત થઈ...

આપત્તિ અને મુશ્કેલીના સમયમાં ૧૦૮ની આકસ્મિક સેવા અનેકવાર જીવન પ્રદાયક સાબિત થતી રહી છે. તેનો એક કિસ્સો હાલમાં જ જોવા મળ્યો.

ભાવનગર : 108ની આરોગ્ય સેવા પાલિતાણાની સગર્ભા માટે મૂલ્યવાન સાબિત થઈ...
X

આપત્તિ અને મુશ્કેલીના સમયમાં ૧૦૮ની આકસ્મિક સેવા અનેકવાર જીવન પ્રદાયક સાબિત થતી રહી છે. તેનો એક કિસ્સો હાલમાં જ જોવા મળ્યો. જેમાં પાલીતાણાની એક મહિલાને અચાનક જ પ્રસવ પીડા ઉપડતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવી પડે તેમ હતી.

પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામની ૨૫ વર્ષની સગર્ભા પ્રભા સોલંકીનો કેસ મળતાં જ પાલીતાણા ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી કેવલ ડોડીયા અને પાયલોટ સંદિપસિંહ સોઢા તુરંત જ ગરાજીયા ગામ જવા માટે નીકળી ગયા હતા. પાલીતાણાની હોસ્પિટલ સુધી પહોંચતા જ આ મહિલાને અચાનક પ્રસુતિના વધુ પ્રશ્નો પેદા થતાં તાત્કાલિક પ્રસૂતિ કરાવવી પડે તેવી સ્થિતિ હતી. તેથી સમયનો તકાજો જોઈને એમ્બ્યુલન્સમાં આ મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. ૧૦૮ની સમય સૂચકતાને કારણે અને તાત્કાલિક સારવાર મળવાને કારણે માતા અને બાળકી બંનેનો જીવ બચાવી શકાયો હતો. સગર્ભાના પતિ જયસુખ સોલંકીએ ૧૦૮ની આ ત્વરિત કામગીરીને બિરદાવીને ૧૦૮ સેવાનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, જો સમય સૂચકતા વાપરીને તાત્કાલિક સારવાર કરવામાં ન આવી હોત તો બાળક સાથે માતાનો જીવ પણ જોખમમાં મુકાઈ જાત. રાજ્ય સરકારની ૧૦૮ની સેવાનો અમારા જેવાં અનેક પરિવારોને લાભ મળે છે, તેમ જણાવીને તેમણે રાજ્ય સરકારની આ અમૂલ્ય એવી મૂલ્યવાન સેવા 108નો આભાર માન્યો હતો.

Next Story