Connect Gujarat
ગુજરાત

ભાવનગર : શિહોર તાલુકામાં મચ્છર ઉત્પત્તિ વાહકજન્ય રોગચાળો અટકાવવાં ઝૂંબેશ હાથ ધરાઈ

ભાવનગર : શિહોર તાલુકામાં મચ્છર ઉત્પત્તિ વાહકજન્ય રોગચાળો અટકાવવાં ઝૂંબેશ હાથ ધરાઈ
X

રાજ્ય સરકાર દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવાં માટે સમયે સમયે અભિયાન ચલાવીને મચ્છરજન્ય રોગચાળો અટકે તે માટે પગલાં લેવામાં આવે છે. તે અંતર્ગત તા. ૨૧ થી ૩૦ માર્ચ દરમિયાન આરોગ્ય કર્મચારી, આશા, આશાફેસી દ્વારા ઘેર-ઘેર મુલાકાત લઈને ભવિષ્યમાં રોગચાળો ન ફેલાય તે માટે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

મચ્છર ઉત્પત્તિ અટકાયવવાં માટે વ્યક્તગત રીતે જઇને ટાયર, કૂંડામાંથી પાણી સાફ કરવું (ફિઝિકલ), પાણી ભરાયેલી જગ્યાઓએ પાવડરનો છંટકાવ કરવો (કેમિકલ) અને પોરા ભક્ષક માછલી મૂકવી (બાયોલોજીકલ) જેવાં અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ કામગીરી અંતર્ગત શિહોર તાલુકામાં સિહોર શહેર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડ, ટાણાં, મઢડા, સોનગઢ, સણોસરા અર્બન વિસ્તારમાં આ કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડ દ્વારા ઘાંઘલી ઔદ્યોગિક વસાહતમાં ખાસ ઝૂંબેશ હાથ ધરી મચ્છરોનો ઉપદ્વવ અટકાવવાના પગલાં લેવામાં આવી રહ્યાં છે.

Next Story