Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ઉજ્જવળ ભવિષ્ય-ઉજ્જવળ ભારત અંતર્ગત વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

પવન ઉર્જા સાથે દરિયાઇ ઉર્જાનો ઉપયોગ કરીને પણ વિજળી ઉત્પન્ન કરવાના વિશ્વમાં પ્રયોગ ચાલી રહ્યાં છે.

ભાવનગર : ઉજ્જવળ ભવિષ્ય-ઉજ્જવળ ભારત અંતર્ગત વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાયો
X

દેશની આઝાદીના ૭૫ વર્ષ જ્યારે પૂરા થઇ રહ્યાં છે, ત્યારે તેની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવી રહી છે. જેમાં અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગર જિલ્લાના મોટા ખૂંટવડા ગામમાં ઉજ્જવળ ભવિષ્ય-ઉજ્જવળ ભારત અંતર્ગત વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.

નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકારના ઉર્જા વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલાં કાર્યક્રમમાં ગારિયાધારના ધારાસભ્ય કેશુ નાકરાણીએ કહ્યું કે, આજે ઉર્જાના અનેક સ્રોક્તો ઉપલબ્ધ બન્યાં છે ત્યારે તેના સહયોગથી ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં ઉર્જા કાર્યક્ષમ બનાવવાં માટે કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર ભખેખભો મીલાવીને કાર્ય કરી રહી છે. ભાવનગર જિલ્લામાં એક સમયે એક પણ પવનચક્કી નહોતી તેના બદલે અત્યારે તમને અનેક જગ્યાએ તે જોવા મળશે.

પવન ઉર્જા સાથે દરિયાઇ ઉર્જાનો ઉપયોગ કરીને પણ વિજળી ઉત્પન્ન કરવાના વિશ્વમાં પ્રયોગ ચાલી રહ્યાં છે. જો તે સફળ થશે તો ભાવનગર જેવા દરિયા કિનારે આવેલાં જિલ્લાને ખૂબ જ ઉપયોગી થશે. અક્ષય ઉર્જા વગર આપણને ચાલવાનું નથી. આજે જે રીતે કાર્બન ઉત્સર્જન વધી રહ્યું છે. તેની સામે ટકી રહેવાં કુદરતી સ્ત્રોતોના ઉપયોગ દ્વારા ક્લિન અને ક્લીયર ઉર્જા મેળવ્યાં વગર આપણો આરો-ઓવારો નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વિજળી આપીને મોટો ફાયદો કરાવ્યો છે. રાજ્યના કૂનેહપૂર્વકના આયોજનને કારણે આ શક્ય બન્યું છે. અને હજુ આપણે આ રાહ પર આગળ વધીને સૌને માટે ઉર્જાનો ધ્યેય પૂરો પાડવો છે.

Next Story