Connect Gujarat
ગુજરાત

ભાવનગર : રથયાત્રા કાર્યાલયનો ધ્વજારોહણ સાથે કરાયો ભવ્ય પ્રારંભ, સંતો-મહંતો રહ્યા ઉપસ્થિત...

આગામી અષાઢી બીજ તા. 1 જુલાઈ ૨૦૨૨ના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની ૩૭મી રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નિકળનારી હોય

ભાવનગર : રથયાત્રા કાર્યાલયનો ધ્વજારોહણ સાથે કરાયો ભવ્ય પ્રારંભ, સંતો-મહંતો રહ્યા ઉપસ્થિત...
X

આગામી અષાઢી બીજ તા. 1 જુલાઈ ૨૦૨૨ના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની ૩૭મી રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નિકળનારી હોય, ત્યારે ભાવનગર ખાતે રથયાત્રા કાર્યાલયના ઉદઘાટન તથા ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો.

ભાવનગર ખાતે સ્વ. ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની ૩૭મી રથયાત્રા આગામી અષાઢી બીજ, તા. ૧લી જુલાઈના રોજ તેના ૧૮ કિમિ.ના નિયત માર્ગ પર નિકળનારી છે, ત્યારે તેની તડામાર તૈયારીઓના ભાગરૂપે આજથી રથયાત્રા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાવનગર શહેરના સત્યનારાયણ રોડ પર પ્રારંભ થયેલા રથયાત્રા કાર્યાલય ખાતે ધ્વજારોહણ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો-મહંતો, રાજકીય આગેવાનો અને શહેર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો પ્રારંભ સંતોના સ્વાગત સાથે કરવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત સંતો-મહંતોએ આશીર્વચન પાઠવતા જણાવ્યુ હતું કે, 2 વર્ષના કોરોનાના કપરા કાળમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, ત્યારે તે તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, જ્યારે હવે કોરોના સાવ હળવો બન્યો છે, અને જનજીવન ફરી સામાન્ય બન્યું છે, ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરયાત્રાએ નીકળશે, ત્યારે રથયાત્રા સમિતિના આયોજકોએ માર્ગો પર હજારો લોકો રથયાત્રામાં જોડાય અને દર્શનનો લાભ લે તેવી આશા વ્યક્ત કરી હતી, જ્યારે લોકોને પોતાનામાં વધુને વધુ રાષ્ટ્રભાવના અને ધર્મ પ્રત્યે જાગૃત બનવા સંતો-મહંતોએ પણ અપીલ કરી હતી.

Next Story