નાલ્સા તથા સાલ્સાના સંયુક્ત ઉપક્રમે તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગરના ચેરમેન આર.ટી.વાચ્છાણીના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાની વિવિધ મસ્જીદો ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ-પાન ઇન્ડિયા અવેરનેસ અને આઉટરીચ કેમ્પેઇનના ભાગરૂપે જિલ્લાના શહેર તથા તમામ તાલુકાઓની વિવિધ મસ્જિદોમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમો તથા શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં લઘુમતી સમાજના લોકોને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સહાય તથા મીડિયેશન તથા લોક અદાલતની કાર્યવાહીની સમજ આપવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાની કેટલીક મસ્જિદોમાં જુમ્માની નમાઝમાં સમાજના પછાત, વંચિત તથા છેવાડાના નાગરિકોને ન્યાય મળી રહે તે માટે વિવિધ પ્રાર્થના કરવામાં આવી હતી. ડી.એલ.એસ.એ., ભાવનગરના કાનૂની જાગૃતતા કાર્યક્રમથી લઘુમતી સમાજના લોકોને મફત તથા સક્ષમ કાનૂની સહાય તથા મીડિયેશન તથા લોક અદાલતની કાર્યવાહીનો પરિચય આપીને તેમને કાયદાકીય જ્ઞાન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા પણ કાયદાકીય જાગૃતતા શિબિર યોજવામાં આવી હતી.
/connect-gujarat/media/media_files/2025/07/16/ank-2025-07-16-21-25-30.jpg)