Connect Gujarat
ગુજરાત

ભાવનગર : પાલિતાણા તિર્થાધિરાજ શત્રુંજય ખાતે છગાઉની મહાયાત્રા યોજાયો, મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકા ઉમટ્યા

ભાવનગર : પાલિતાણા તિર્થાધિરાજ શત્રુંજય ખાતે છગાઉની મહાયાત્રા યોજાયો, મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકા ઉમટ્યા
X

ભાવનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાલિતાણા ખાતે ગત તા. 16 માર્ચના રોજ તિર્થાધિરાજ શત્રુંજયની છગાઉની પાવનકારી મહાયાત્રાનું આયોજન કરવામાં હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

આ મહાયાત્રા નિમિતે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા આદપુર ખાતે 100 જેટલા પાલ બનાવવાનું આયોજન થયું હતું. સ્થાનિકો છગાઉની મહાયાત્રાને ઢેબરીયો મેળો તરીકે પણ ઓળખાય છે. આ યાત્રા નિમિતે ગુજરાત તેમજ ગુજરાત બહારથી અસંખ્ય ભાવિકો પાલિતાણા ખાતે ઉમટી યાત્રા કરીને પાવન થયા હતા. આ યાત્રાને લઇને જૈન સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ખાસ કરીને કોરોનાને કારણે ગયા 2 વર્ષથી યાત્રા યોજાય ન હતી તેથી આવર્ષે મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકા ઉમટી પડ્યા હતા. જૈનોમાં મહત્વના પાંચ તિર્થોમાંનું એક પાલિતાણા છે. શાશ્વત તીર્થ તરીકે જાણીતા એવા પાલિતાણાની યાત્રા ન કરી હોય તેવા કદાચ બહુ ઓછા જૈન જોવા મળશે જૈન શાસ્ત્રો મુજબ મહા પવિત્ર શત્રુંજય મહાતીર્થની છગાઉની યાત્રા કરવાનો અનેરો લ્હાવો છે. જૈન માન્યતા અનુસાર શત્રુંજયની યાત્રા દરમ્યાન શ્રીકૃષ્ણના પુત્ર શાંબ અને પ્રદ્યુમન સાડા આઠ કરોડ મુનીઓ સાથે ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા. તેથી દર વર્ષે ફાગણ સુદ તેરસના રોજ છગાઉની મહાયાત્રા કરવા માટે અહીં દેશ વિદેશમાંથી પણ હજારો ભાવિકો ઉમટી પડે છે.

Next Story