Connect Gujarat
ગુજરાત

ભાવનગર: મહાનગર પાલિકાને ઘરવેરાની રિબેટ યોજનામાં રૂ.71.39 લાખની થઈ આવક

ભાવનગર મહાનગરપાલિકા ઘરવેરા વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2023-24ના ઘરવેરાના રિબેટ યોજના શરૂ કરવામાં આવી છે

X

ભાવનગર મહાનગરપાલિકા ઘરવેરા વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2023-24ના ઘરવેરાના રિબેટ યોજના શરૂ કરવામાં આવી છે.આ યોજનાની લાભ પૂરેપૂરો કરદાતા મેળવી શકે તે માટે રવિવારે પણ ઘરવેરા વિભાગ કાર્યરત રહીને ૭૧,૩૯,૪૭૭ રૂપિયા ની આવક પ્રાપ્ત કરવામાં આવી હતી

ભાવનગર શહેરના તમામ કરદાતાઓ માટે હાલમાં ધરવેરાની કાર્પેટ એરિયા કરપદ્ધતિમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની રિબેટ-યોજના ચાલુ છે, જેમાં શહેરનાં કરદાતાઓ ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ બંને ઝોનલ કચેરીઓ,કોટક મહિન્દ્રા બેંક IDBI બેંક,AJ બેંક, ફેડરલ બેન્ક અને ભાવનગર મહાનગસ્પાલિકાની વેબસાઈટ પર તેમજ એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લીકેશન મારફત બહોળા પ્રમાણમાં ઓનલાઈન વેરો ભરી ચાલુ વર્ષના સામાન્ય-કર અને સફાઈ કર માં દર અને રોકડ રકમ ભર્યેથી ૧૦% સુધીનાં રીબેટનો લાભ મેળવી રહ્યા છે ત્યારે કરદાતાઓ મેં રિબેટ યોજનાનો લાભ પુરેપુરા દિવસો મળી રકહે તે માટે રવિવારે પણ ઘરવેરા વિભાગ કાર્યરત રાહીયું હતું ત્યારે કરદાતાઓ પણ રવિવારે મોટી સંખ્યામાં કરભરવા મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા તેમજ રવિવારે પોતાની ફરજ થી રિબેટ યોજનાનો લાભ લેનાર કરદાતાનું મહાનગર પાલિકા દ્વારા ગુલાબ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું

Next Story