Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ચૂંટણીમાં "અમૂલ્ય" છે એક-એક મત, મતદાર સાક્ષરતા ક્લબ્સ અંગે વર્કશોપ યોજાયો

ભાવનગર : ચૂંટણીમાં અમૂલ્ય છે એક-એક મત, મતદાર સાક્ષરતા ક્લબ્સ અંગે વર્કશોપ યોજાયો
X

ભાવનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના માર્ગદર્શનમાં આવનાર વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને મતદાર સાક્ષરતા કલબ્સ અંગેનો સેમિનાર સરદારનગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી હોલમાં યોજાયો હતો.

ભાવનગર જિલ્લાના ચૂંટણી અંગેના નવા કાયદાઓ, સુધારાઓ અને નવી માર્ગદર્શિકાઓ અંગે માર્ગદર્શન મળી રહે એ માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં ઉપસ્થિત મતદાર સાક્ષરતા કલબ સાથે જોડાયેલાં વિદ્યાર્થીઓ અને અધિકારીઓને માર્ગદર્શન આપતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ જણાવ્યું કે, ચૂંટણીને કારણે લોકશાહી જીવંત અને જાગૃત રહે છે. તેમણે કહ્યું કે, લોકશાહીને બળવત્તર બનાવવાં માટે ૧ ઓક્ટોબરના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર દરેક વ્યક્તિઓ તેમની નોંધણી કરાવી દે તે સ્વસ્થ લોકશાહી માટે જરૂરી છે. તેમણે જણાવ્યું કે, મતદાનનો અધિકાર એ લોકશાહીએ આપેલો મહત્વનો અધિકાર છે. એક વોટથી ચૂંટણીનું પરિણામ બદલાઇ જતું હોય છે. કહેુવાનો મતલબ એ છે કે, ચૂંટણીમાં એક-એક મત અમૂલ્ય છે, ત્યારે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર એક પણ વિદ્યાર્થી તેમની મતદાર તરીકે નોંધણી કરાવી દે તે જરૂરી છે. શાળા કોલેજના આજના વિદ્યાર્થીઓ ટેક્નોસેવી છે. મતદાન નોંધણી માટે તમે ઓનલાઇન નોંઘણી પણ ઘણી સરળતાથી કરાવી શકો છો, તેમ જણાવી તેમણે કેમ્પસ એમ્બેસેડરને તેમની કોલેજ તથા આસપાસમાં રહેતાં પડોશી, સ્વજનોને પણ આ માટે સમજણ આપવા માટે પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો.

Next Story