ભાવનગર : એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું રાજ્યપાલ-મહાનુભાવોએ કર્યું સ્વાગત

રાષ્ટ્રપતિ આજે ભાવનગર જિલ્લાના 2 દિવસીય પ્રવાસે આવી પહોંચતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું

New Update

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ભાવનગર જિલ્લાના 2 દિવસીય પ્રવાસે આવી પહોંચતાં તેમનું ભાવનગર એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાવનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, મેયર કીર્તિબાળા દાણીધારીયા, સાંસદ ડો. ભારતી શિયાળ, કલેક્ટર યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ઉષ્માસભેર સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રપતિ ભારતીય વાયુદળના વિશેષ વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં બાદ એરફોર્સના વિશેષ હેલિકોપ્ટરમાં ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે જવા રવાના થયા હતા.

Latest Stories