Connect Gujarat
ગુજરાત

ભાવનગર: આવકનો ટાર્ગેટ ઊંચો આપી કોર્પોરેશનના 1100 કરોડના બજેટના કદમાં 50 કરોડનો વધારો

મહાનગરપાલિકાના વર્ષ 2023 - 24ના અંદાજપત્રની આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા વિચારણા કરી સુધારા સાથે જનરલ બોર્ડમાં મોકલવાની કાર્યવાહી કરાઈ હતી.

ભાવનગર: આવકનો ટાર્ગેટ ઊંચો આપી કોર્પોરેશનના 1100 કરોડના બજેટના કદમાં 50 કરોડનો વધારો
X

ભાવનગર મહાપાલિકાના બજેટ મંજુર કરવા સ્ટેન્ડીંગ કમિટિની બે દિવસની બેઠકમાં ર૦ વિભાગના અધિકારી સાથે બજેટ અંગે ચર્ચા કર્યા બાદ અંદાજે ૧૧૫૦ કરોડના બજેટને સ્ટેન્ડીગ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી

ભાવનગર મહાનગરપાલિકાના વર્ષ 2023 - 24ના અંદાજપત્રની આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા વિચારણા કરી સુધારા સાથે જનરલ બોર્ડમાં મોકલવાની કાર્યવાહી કરાઈ હતી. કમિશનર દ્વારા 1100 કરોડની કરેલી દરખાસ્તમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આવકનો ટાર્ગેટ વધારતા બજેટ વધીને 1150 કરોડનું થયું છે. યુઝર્સ ચાર્જ સહિત ગત વર્ષે 146 કરોડની વસુલાતનો ટાર્ગેટ આપ્યો હતો જે આ વર્ષે બજેટમાં 192 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.ભાવનગર કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં આજે બજેટની થયેલી ચર્ચામાં યુસીડી, આઇસીડીએસ, લેબર, સ્લમ, ટ્રાન્સપોર્ટ, ફાયર, રોડ, બિલ્ડીંગ, સેક્રેટરી, એસ્ટેટ, ટાઉન પ્લાનિંગ, ટાઉન ડેવલોપમેન્ટ, ડ્રેનેજ, યોજના, હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ફિલ્ટર, વોટર વર્કસ, ઘરવેરા અને ઓડિટ વિભાગની બજેટ સંદર્ભે ચર્ચા થઈ હતી. સભ્યો દ્વારા પોતપોતાની રીતે સૂચનો કર્યા હતા.

Next Story