Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા પાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટની સમીક્ષા બેઠક યોજાય

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટની સમીક્ષા અંગેની એક બેઠક ભાવનગર ખાતે યોજાઇ હતી.

ભાવનગર : ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા પાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટની સમીક્ષા બેઠક યોજાય
X

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટની સમીક્ષા અંગેની એક બેઠક ભાવનગર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ તેમજ જૂનાગઢ જિલ્લાઓની નગરપાલિકાઓના પ્રગતિના કાર્યોનો રીવ્યું કરવામાં આવ્યો હતો.

ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખ ભંડેરીએ જણાવ્યું કે, ફાયનાન્સ બોર્ડના માધ્યમથી છેલ્લાં પ વર્ષમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને રૂ. ૩૮,૫૦૦ કરોડની ગ્રાન્ટ પૂરી પાડવામાં આવી છે. જેનાથી નગરપાલિકા વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, પાણીની સુવિધાઓ, કોમ્યુનિટી હોલ સહિતની વિવિધ સુવિધાઓ સાકાર થઇ છે. આ જનલક્ષી સુવિધાઓથી લોકોના જીવન ધોરણમાં સુધારો આવ્યો છે. નગર હવે લવેબલ અને લીવેબલ બનવાં લાગ્યાં છે. લોકોની પાયાની જરૂરીયાત સાથે બાગ-બગીચા વગેરેની સુવિધાઓ ઉભી કરી મહાનગર જેવી સુવિધાઓ આ નગરપાલિકા વિસ્તારોમાં પણ ઉભી કરવામાં આવી રહી છે. આ સાથે જ પ્રગતિમાં રહેલાં અને નવાં મૂકાનાર પ્રોજેક્ટ અંગે નિયમિત અંતરાલે રિવ્યું બેઠક યોજાય તેની તકેદારી રાખવાં અનુરોધ કર્યો હતો. આ અવસરે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરીના અધિક કલેક્ટર આર.આર.ડામોર તથા વિવિધ નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, એન્જિયનિર ઉપસ્થિત રહ્યા હતા.

Next Story