ગાંધીનગર મહાનગર પાલિકા સહિત અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રવિવારના રોજ મતદાન થયું હતું. મંગળવારે સવારથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પેટા ચુંટણી હોવાથી એક કે બે બેઠકની ચુંટણી હોવાથી એકદમ ઝડપથી પરિણામો સામે આવી રહયાં છે.
ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠક પર ભાજપ જયારે નગરપાલિકાના વોર્ડ નંબર 10ની એક બેઠક પર એઆઇએમઆઇએમના ઉમેદવાર વિજેતા બન્યા઼ છે. રાજયની અન્ય નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં ભાજપ આગળ ચાલી રહયું છે. આખા રાજયની નજર જેના પર છે તેવી ગાંધીનગર મહા નગરપાલિકામાં પોસ્ટલ બેલેટમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે.