Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ એક્શનમાં, પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ 21 એપ્રિલથી રાજ્યના પ્રવાસે

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ગયો છે. પીએમ મોદી સહિત અન્ય દેશમા વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ એક્શનમાં, પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ 21 એપ્રિલથી રાજ્યના પ્રવાસે
X

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ગયો છે. પીએમ મોદી સહિત અન્ય દેશમા વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, WHOના મહા નિર્દેશક તથા મોરેશિયસના પીએમ અને હવે બ્રિટનના પીએમ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

ત્યારે હવે વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરવા માટે ધમધમાટ શરુ કરાયો છે. આવતીકાલથી બે દિવસ પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવશે.પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ 21 એપ્રિલ ગુજરાત આવશે. તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પ્રભારી મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો બેઠકમાં હાજરી આપશે. સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવશે., મહત્વનું છે કે ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ પહેલીવાર ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવી રહ્યા છે. અહીં તેઓ પાર્ટીના પ્રદેશ હોદ્દેદારો અને કાર્યકરો સાથે મેરેથોન બેઠક કરશે તો સાથે પ્રદેશ સંગઠન અંગે પણ ચર્ચા કરશે

Next Story