બોટાદ : ગઢડા BAPS મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળતા હડકંપ, પોલીસ તપાસ શરૂ...

જિલ્લાના ગઢડા BAPS મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો છે. પ્રતાપસિંહ સિંધા BAPS મંદિરમાં પૂજારી તરીકે સેવા કરતા હતા.

New Update

બોટાદ જિલ્લાના ગઢડા BAPS મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો છે. પ્રતાપસિંહ સિંધા BAPS મંદિરમાં પૂજારી તરીકે સેવા કરતા હતા. વહેલી સવારે જ મંદિરમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

જોકે, મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળી આવતા ભક્તો તથા મંદિર પ્રશાસનમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તેઓએ આપઘાત કર્યો કે, પછી કોઇ દ્વારા હત્યા કરવામાં આવી આ તમામ બાબતને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તો બીજી બાજુ તહેવાર હોવાથી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરંતુ આ દુઃખદ ઘટનાના પગલે તેઓએ પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી. ઘટનાને બોટાદ ગઢડા ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો મંદિર ઘટના સ્થળે પહોંચ્યો છે, અને તપાસ હાથ ધરી છે.