બોટાદ : કષ્ટભંજન હનુમાનજીના મંદિરે ભક્તિ રંગે દાદાના સંગે રંગાશે સાળંગપુર ધામ,હોળી ધુળેટી પર્વની થશે ભવ્ય ઉજવણી

બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવના સાનિધ્યમાં હોળી ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે,આ પ્રસંગે 7 પ્રકારના 51 હજાર કિલો રંગ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે

New Update
  • કષ્ટભંજન દેવના સાનિધ્યમાં ઉજવાશે રંગોત્સવ

  • રંગોત્સવ નિમિત્તે દાદાને કરાશે વિશેષ શણગાર

  • રંગોત્સવની ઉજવણીની કરવામાં આવી તૈયારી

  • 7 પ્રકારના 51 હજાર કિલો રંગથી ઉજવાશે રંગોત્સવ

  • દેશ વિદેશમાંથી ઉમટી પડશે ભક્તો

Advertisment

બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવના સાનિધ્યમાં હોળી ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે,આ પ્રસંગે 7 પ્રકારના 51 હજાર કિલો રંગ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે અને 11 દેશના ભક્તો પણ રંગોત્સવમાં ઉમટી પડશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામમાં દાદાના પ્રાંગણમાં દાદાના સાનિધ્યમાં સંતો અને ભક્તો સાથેનો આ 14 માર્ચે એટલે કેપૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે.આ રંગોત્સવની વિશેષતાએ છે કે દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે.ત્યાર બાદ 7 પ્રકારના 51 હજાર કિલો રંગ પણ અર્પણ કરાશે.સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવશે.આ ઓર્ગેનિક સપ્ત ધનુષ્યના રંગો ડાયરેક્ટ ઉદયપુરની ફેક્ટરીમાંથી મંગાવ્યા છે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાનારા ગુજરાતના સૌથી મોટા રંગોત્સવમાં 11 થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યના લાખો ભક્તો ઉમટી પડશે. આ માટે મંદિરના સંતો અને ભક્તો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.હાલ  મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે.

Advertisment
Latest Stories