વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવું સાળંગપુર ધામ
કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે ઉજવણી
કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર
વિવિધ ફળના અન્નકૂટ અને સેવંતીના ફૂલનો શણગાર કરાયો
ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરી ભાવિકો ધન્ય થયા
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે દાદાના સિંહાસનને સેવંતીના ફૂલ દ્વારા દિવ્ય શણગાર કરી વિવિધ ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને સેવંતીના ફૂલ દ્વારા દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ હનુમાનજી દાદાને વિવિધ ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે તમામ શનિવારે વિવિધ ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવે છે, ત્યારે મંદિરમાં વિવિધ ફળના અન્નકૂટ અને સેવંતીના ફૂલના શણગાર નિમિત્તે કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. જોકે, આજે શનિવારનો શુભ દિવસ હોવાથી સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.