Connect Gujarat
ગુજરાત

ગુજરાત સરકારના પંચાયત મંત્રી અને પૂર્વ મંત્રી કોરોના પોઝિટિવ

ગુજરાતના પંચાયત મંત્રી બૃજેશ મેરજા અને પૂર્વ મંત્રી જેઓ હાલ કર્ણાટક રાજયપાલ વેજુભાઈ વાળા કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે

ગુજરાત સરકારના પંચાયત મંત્રી અને પૂર્વ મંત્રી કોરોના પોઝિટિવ
X

ગુજરાત પરદેશમાં કોરોનની ત્રીજી લ્હેરની દસ્તક થઈ ચૂકી છે ત્યારે એક પછી એક સરકારી મંત્રીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે . ત્યારે કોરોનાએ રાજ્યમાં હાડકાંપ મચાવી દીધો છે . ગુજરાત સરકારના વધુ એક મંત્રી કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ચૂક્યો છે.

ગુજરાતના પંચાયત મંત્રી બૃજેશ મેરજા અને પૂર્વ મંત્રી જેઓ હાલ કર્ણાટક રાજયપાલ વેજુભાઈ વાળા કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. હાલ પંચાયત મંત્રી બૃજેશ મેરજા ગાંધીનગરમાં નિવાસ સ્થાને હોમ આઇસોલેટ થયા હોવાની માહિતી મળી હતી. અગાઉ રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોઝિટીવ આવ્યા હતા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પણ કોરોના સંક્રમિત થતાં ઘરે આરોગ્યની ટીમ પહોંચી હતી. રાજકોટમાં રેલી બાદ વજુભાઇ વાળા મુખ્યમંત્રીને પણ મળ્યા હતા.બે દિવસ આગાઉ ગુજરાત ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા . રાજકોટ જિલ્લામાં હાલ સુધીમાં પાંચ જેટલા મોટા નેતા અને મંત્રીઓ કોરોના પોઝિટિવ થયા છે.

Next Story
Share it