Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર: રૂમડિયા ગામે હોળીનો "ગોળફર્યુ" મેળો યોજાયો,પરંપરાને નિભાવતા આદિવાસીઓ

છોટાઉદેપુર નજીક રૂમડિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો જેને “ગોળફર્યુ”કહેવાય છે.

X

છોટાઉદેપુર નજીક રૂમડિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો જેને "ગોળફર્યુ"કહેવાય છે. આ મેળામાં એક આસ્થાની સાથે પોતાના જીવના જોખમે અદભૂત,અલૌકીક, ભીષણ અને આશ્ચર્યજનક પરંપરાને નિભાવતા આદિવાસીઓ જોવા મળ્યા હતા.

છોટાઉદેપુર નજીક રૂમડિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો જેને "ગોળફર્યુ"કહેવાય છે.વર્ષોથી ચાલતી આ પરંપરા માં એક વૃક્ષના થળના સ્તંભ ઉપર એક આડા લાકડાના એક છેડે બાધેલ દોરડા પર માણસ લટકે છે અને બીજા છેડાથી આઠ દસ માણસો મધ્યબિંદુએથી ધક્કો મારી વર્તુળની આસપાસ ચકરડાને ઝડપથી ફેરવે છે. પોતાના ઇષ્ટ દેવતાને રીઝ્વવા તેમજ પરીપૂર્ણ થયેલ બાધાઓ માટે આભાર વ્યક્ત કરવા આ ખાસ પ્રકારની ગોળફર્યુ પ્રક્રિયા કરવામા આવે છે. સાથે સાથે ભૂવાની પરીક્ષા માટે પણ ભુવાએ એક તરફ લટકી ગોળ ફરવું પડે છે. આદિવાસીઓની કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તેઓ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ કરવા આ ગોળફર્યુ પ્રક્રિયા કરવામાં આવે છે. લોકોનું માનીએ તો જો આ પ્રક્રિયા ના કરે તો ગામમાં કોઈ બીમારી, આફત કે દુષ્કાળ આવે છે એટલે આમતો અહીં ગામ સિવાય આસપાસ લોકો મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે ઉમટી પડ્યા હતા.

Next Story