Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : જર્જરિત કેનાલોમાંથી બિનજરૂરી પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોનો પાક નષ્ટ

છોટાઉદેપુરના ડુંગર વાંટ ખાતે ઢાળિયા કેનાલથી કેટલાક ખેડૂતોને ફાયદાની જગ્યાએ હવે નુકશાન વેઠવાનો વારો આવ્યો...

X

છોટાઉદેપુરના ડુંગર વાંટ ખાતે ઢાળિયા કેનાલથી કેટલાક ખેડૂતોને ફાયદાની જગ્યાએ હવે નુકશાન વેઠવાનો વારો આવ્યો...

છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારોમા ખેડૂતોને સિંચાઇનું પાણી મળે તે માટે ખેતરો સુધી ઢાળીયા કેનાલો બનાવી છે પણ એજ કાચી કેનાલોમા તિરાડો અને પાણી જમણને લઈ બિન જરૂરી પાણી ખેડૂતોના ખેતરોમા જતું રહે છે. જેને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. બિન જરૂરી પાણી મકાઈના ખેતરોમાં ઘૂસી જતાં મકાઈનો ખરાબ થઈ ગયો છે. જેને લઈને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.

બેહાલ બનેલ ખેડૂત ઢાળીયા કેનાલને પાકી બનાવે અને જે નુકશાન થયું છે તેનું વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો કરી રહયા છે . એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી થાય તેવા પ્રયાસો કરે છે . તો બીજી બાજુ અધિકારીની બેદરકારીનો ભોગ જગતનો તાત બની રહ્યો છે.

Next Story