Connect Gujarat
ગુજરાત

ગુજરાતને મોતિયા -અંધત્વમુકત રાજ્ય બનાવવાની ઝુંબેશનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોતિયા-અંધત્વમુકત ગુજરાત ઝૂંબેશનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં આગામી ર૦રપ સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને ૦.રપ ટકા સુધી લઇ જવાનો ધ્યેય દર્શાવ્યો હતો

ગુજરાતને મોતિયા -અંધત્વમુકત રાજ્ય બનાવવાની ઝુંબેશનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોતિયા-અંધત્વમુકત ગુજરાત ઝૂંબેશનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં આગામી ર૦રપ સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને ૦.રપ ટકા સુધી લઇ જવાનો ધ્યેય દર્શાવ્યો હતો આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ રાજ્યમાં અમલી છે. ગુજરાતમાં ર૦૧૪માં થયેલા સર્વે મુજબ અંધત્વનો જે દર ૦.૭ ટકા હતો તે ઘટીને ર૦૧૮-૧૯માં ૦.૩૬ ટકા થયો છે.

મુખ્યમંત્રીએ મોતિયા-અંધત્વમુકત ગુજરાતની આ ઝૂંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબહેન સુથારની ઉપસ્થિતીમાં કરાવ્યો હતો.ધારાસભ્ય શંભૂજી ઠાકોર, ગાંધીનગર ના મેયર હિતેશ મકવાણા, ઉપ મેયર શ્રી પ્રદ્યુમન સિંહ ગોલ,જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ પદાધિકારીઓ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી એ આંખની તથા મોતીયા વિંદ ની તપાસ કરાવવા આવેલા લાભાર્થીઓ સાથે વાતચીત કરી આંખના તબીબો દ્વારા થઈ રહેલી સારવાર તપાસ પણ નિહાળી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મોતિયાની અસર સામાન્ય રીતે પ૦ વર્ષ પછીની ઉંમરે થતી હોય છે. આની સારવાર સરળ શસ્ત્રક્રિયા દ્વારા નેત્રમણિ મુકાવીને કરાવી શકાય છે.

ગુજરાતમાં આ હેતુસર આરોગ્ય વિભાગે તમામ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં મોતિયા ઓપરેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ પ્રતિ ૧૦ લાખની વસ્તીએ ૧૦૦૦થી વધુ મોતિયા ઓપરેશન દર હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રહ્યું છે તેમ પણ ઉમેર્યુ હતું. શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં જેનો ખર્ચ ૧૦ થી પ૦ હજાર રૂપિયા જેટલો થાય તેવી ફેકો ઇમલ્સીફિકેશન દ્વારા નેત્રમણિવાળા ઓપરેશન ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવે છે.

Next Story