Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા સફાઈ અભિયાનનો પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતા જોડાયા

ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે

X

ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે જે અંતર્ગત સી.એમ.ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. આ અંતર્ગત ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાન શરૂઆત કરવામાં આવી છે. રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓએ હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો

તો આ તરફ અમદાવાદમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. ગૃહ રાજ્યમંત્રીએ હાથમાં ગ્લોવ્ઝ પહેરી અને સાવરણાથી મંદિર પરિસરની સફાઈ કરી હતી. મંદિર સફાઈ અભિયાનમાં અમદાવાદના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ સહિત ભાજપના કોર્પોરેટરો અને શહેર સંગઠનના નેતાઓ હાજર રહ્યા હતા.

સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતનને મોટા અંબાજી તરીકે ઓળખવામાં આવે છે. સુરતમાં જે ધાર્મિક સ્થળો છે એ પૈકીના અંબિકા નિકેતન વિશેષ મહત્ત્વ ધરાવે છે. ભાજપ દ્વારા રાજ્યભરમાં 23 જેટલાં ધાર્મિક સ્થળો પર મહાસફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે સુરતમાં પણ અંબિકા નિકેતન મંદિરથી આજે સવારે સફાઈ મહાઅભિયાન ચલાવવામાં આવ્યું હતું.જેમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત ભાજપના નેતાઓ જોડાયા હતા

Next Story