Connect Gujarat
ગુજરાત

કચ્છીમાડુઓને CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી નવા વર્ષની શુભેચ્છા

મુખ્યમંત્રીએ કચ્છી નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં કચ્છીઓ વસ્યા છે

કચ્છીમાડુઓને CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી નવા વર્ષની શુભેચ્છા
X

મુખ્યમંત્રીએ કચ્છી નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં કચ્છીઓ વસ્યા છે ત્યાં તેમણે પોતાની ખુમારી તથા કર્તવ્ય પરાયણતા અને વ્યવહાર કુશળતાથી કચ્છીપણું ઝળકાવ્યું છે. કચ્છ જેવો એક સમયે અછતગ્રસ્ત ગણાતો પ્રદેશ હવે નર્મદાના જળથી સમૃદ્ધિ તરફ આગળ વધ્યો છે. એટલું જ નહિ, હાઇબ્રીડ એનર્જી પાર્ક અને અનેક ઉદ્યોગો સાથે કચ્છ વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે તે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના ધ્યેય મંત્રથી આવનારા વર્ષોમાં વધુને વધુ ઉન્નત બને તેવી મંગલકામનાઓ પણ ભૂપેન્દ્ર પટેલે કચ્છી નૂતન વર્ષના આ અવસરે વ્યકત કરી છે

Next Story