Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસના ધારાસભ્યની આજે ગાંધીનગરમાં બેઠક; 2 દિવસીય સત્રમાં નવી સરકારને ઘેરવા રણનીતિ

કોંગ્રેસના ધારાસભ્યની આજે ગાંધીનગરમાં બેઠક; 2 દિવસીય સત્રમાં નવી સરકારને ઘેરવા રણનીતિ
X

ગુજરાત વિધાનસભાનું આગામી બે દિવસીય ચોમાસુ સત્રની રણનીતિ ઘડવા માટે કોંગ્રેસના ધારાસભ્યની આજે ગાંધીનગરમાં બેઠક મળવાની છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં સરકારને વિવિધ મુદ્દે ઘેરવા મુદ્દા તૈયાર કરાશે.

વિધાનસભાનું ટુંકુ સત્ર આગામી 27 અને 28 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આજે ગાંધીનગર સ્થિત વિપક્ષના નેતાના કાર્યાલયમાં ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં કોરોનાકાળમાં રાજ્ય સરકારની નિષ્ફળતાના મુદ્દે સરકાર કેવી રીતે ભીંસમાં લેવાની, ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને થયેલા નુકસાન અને હવે ભારે વરસાદથી થયેલ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને જમીન ધોવાણ, ઉભા પાકને નુકસાન, ગામડાઓમાં ખેતીવાડી ઉપરાંત રહેણાંકના મકાનોને નુકસાન, તાઉ-તે વાવાઝોડા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં થયેલા નુકસાન અને બાગાયતી પાકને થયેલા કરોડોનું નુકસાન સામે સરકારની નજીવી સહાય સહિતના મુદ્દા ઉપરાંત મહિલા અત્યાચાર, બેરોજગારી, શિક્ષણ ક્ષેત્રે પ્રવર્તી રહેલી અંધાધૂંધી, ફી માફીની માંગણી, કાયદો વ્યવસ્થાની સ્થિતિ વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરીને સરકારને ઘેરવા માટે રણનીતિ તૈયાર કરાશે કોંગ્રેસ વિધાનસભામાં કોરોનાકાળમાં મૃત્યુ પામેલા લોકોને ત્યારની બેદરકારીને મુખ્ય મુદ્દો બનાવશે. આમ વિધાનસભાનું 2 દિવસીય સત્ર નવી સરકાર માટે પડકાર રૂપ સાબિત થશે.

Next Story