Connect Gujarat
ગુજરાત

ભાજપ ચૂંટણી માટે સજ્જ કોર ટીમની જાહેરાત કરાઇ, જાણો કેટલા સભ્યોનો કરાયો સમાવેશ

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મજબૂત રીતે તૈયારીઓ કરી રહ્યું છે.

ભાજપ ચૂંટણી માટે સજ્જ કોર ટીમની જાહેરાત કરાઇ, જાણો કેટલા સભ્યોનો કરાયો સમાવેશ
X

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મજબૂત રીતે તૈયારીઓ કરી રહ્યું છે. જેના ભાગરૂપે ભાજપે આજે કોર કમિટી પછી પાર્લામેન્ટરી બોર્ડ સભ્યોની પણ જાહેરાત કરી છે.

ભાજપે પોતાની કોર ટીમની જાહેરાત કરી છે. જેમાં 12 સભ્યોનો સમાવેશ થાય છે. જે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પર નજર રાખશે. આ કોર કમિટી ગ્રુપમાં સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, રત્નાકર, જીતુ વાઘાણી, ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, વિનોદ ચાવડા નો સમાવેશ, શંકર ચૌધરી, ગણપત વસાવા, હર્ષ સંઘવી, રંજન પટેલ નો સમાવેશ થાય છે. ભાજપ દ્વારા રચના કરેલી કોર કમિટીના સભ્યો પાર્ટી લક્ષી નિર્ણય લઈ શકશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કોઈપણ નિર્ણય લેવા માટે કારોબારી બોલાવવી પડતી હતી. હવે કોર કમિટી માં નિર્ણય લઈ કારોબારીમાં મંજૂરી લેવાની રહેશે. અગાઉ કોઈ પણ નિર્ણય માટે 40 સભ્યો ની સહમતી જરૂરી હતી. હવે 12 સભ્યોની સહમતીથી પાર્ટીલક્ષી નિર્ણય લઈ શકાશે કોર કમિટીની રચના બાદ ભાજપે નવી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની પણ જાહેરાત કરી હતી. જેમાં 14 લોકોને કરાયો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી નવી પાર્લામેન્ટરી બોર્ડમાં CM ભૂપેન્દ્ર પટેલનું નામ પણ ઉમેરાયું છે. આ સાથે જૂના તમામ નામો યથાવત રખાયા છે. તેમજ મહિલા મોરચાના દીપિકા સરડવાનો સમાવેશ કરાયો છે.

Next Story
Share it