Connect Gujarat
ગુજરાત

કોરોના ઇફેક્ટ: ફરી એકવાર નિયંત્રનો શરૂ,હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50%ની ક્ષમતા જ ગ્રાહકોને પ્રવેશ

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા ગઈકાલે રાજ્યમાં એક જ દિવસમાં 1000થી પણ વધુ કેસ નોંધાયા હતા.

કોરોના ઇફેક્ટ: ફરી એકવાર નિયંત્રનો શરૂ,હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50%ની ક્ષમતા જ ગ્રાહકોને પ્રવેશ
X

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા ગઈકાલે રાજ્યમાં એક જ દિવસમાં 1000થી પણ વધુ કેસ નોંધાયા હતા. કોરોનાના કેસો અટકાવવા કડક પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે. સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે, ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરાયેલી છે. ગુજરાત પોલીસના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. આ ટ્વીટમાં લખ્યું છે કે, ઓમિક્રોનના વધતાં પ્રભાવ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવા. આ સાથે જ હેર સલૂન અને બ્યુટી પાર્લરના કર્મચારીઓએ રસીના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ. કામ કરનારા કર્મચારીઓએ માસ્ક તથા હાથમોજાં પહેરી રાખવા પડશે, તથા ગ્રાહકો માટે સેનિટાઈઝરની પણ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ગઈકાલે આરોગ્યમંત્રીએ રાજ્યનાં 8 શહેરમાં રાતના 11થી સવારના 5 વાગ્યાનો રાત્રિ કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત્ રાખવાની જાહેરાત કરી હતી તેમજ જાન્યુઆરી 2022થી રાજ્યની તમામ કચેરીઓમાં મુલાકાતીઓને તેમને ડબલ ડોઝ વેક્સિનેશન કરાવ્યું છે તેની ખાતરી અને પ્રમાણપત્રના આધારે જ પ્રવેશ આપવામાં આવશે.


Next Story