આવતીકાલે સમગ્ર રાજ્યમાં રસીકરણ કાર્યક્રમ બંધ રહેશે, વાંચો કારણ

New Update

રાજ્યમાં અમદાવાદ સહિતનાં શહેરોમાં આવતીકાલે બુધવારે કોરોનાની વેક્સિન લોકોને આપવામાં આવશે નહીં. રાજ્યમાં સપ્તાહમાં એક દિવસ કોરોના વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ મુજબ 'મમતા દિવસ'એ બાળકોનું રસીકરણ થઈ શકતું નથી, જેથી દર બુધવારે કોરોના વેક્સિન હવે આપવામાં આવશે નહીં, એમ સૂત્રોએ જણાવ્યું છે. જોકે સરકાર પાસે વેક્સિનેશનનો મર્યાદિત સ્ટોક હોવાને કારણે આ 'મમતા દિવસ'ના નામે એક દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે.

Advertisment