Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે 1259 નવા પોઝિટિવ કેસ નોધાયા, 151 દર્દીઓ થયા સાજા

Covid-19 : રાજ્યમાં આજે 1259 નવા પોઝિટિવ કેસ નોધાયા, 151 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1259 કેસ નોંધાયા છે. બીજી તરફ 151 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19, 047 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.09 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 મોત થયા છે. આજે 7,46,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 631 , સુરત કોર્પોરેશનમાં 213, વડોદરા કોર્પોરેશનમાં 68 , રાજકોટ કોર્પોરેશનમાં વલસાડ 40, રાજકોટ કોર્પોરેશનમાં 37, આણંદ 29, ખેડા 24, રાજકોટ 24, ગાંધીનગર કોર્પોરેશનમાં 18, ભાવનગર કોર્પોરેશનમાં 17, ભરુચ 16, નવસારી 16, અમદાવાદ 13, મહેસાણા 12, મોરબી 12, સુરત 12, કચ્છ 11, ગાંધીનગર 10, જામનગર 9, જામનગર કોર્પોરેશન 8, વડોદરા 7, મહીસાગર 6, ગીર સોમનાથ 5, સાબરકાંઠા 4, અમરેલી 3, સુરેન્દ્રનગર 3, તાપી 3, દેવભૂમિ દ્વારકા 2, અરવલ્લી 1, બનાસકાંઠા 1, ભાવનગર 1, દાહોદ 1, જૂનાગઢ 1 અને પોરબંદરમાં 1 નવો કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 5858 કેસ છે. જે પૈકી 16 વેન્ટીલેટર પર છે, જ્યારે 5842 નાગરિકો સ્ટેબલ છે. 8,19,047 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10123 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે નવસારી 1 અને જામનગર કોર્પોરેશનમાં 2 મોત થયા છે.

Next Story