Connect Gujarat
ગુજરાત

દાહોદ: બહુચર્ચિત બિલકિસ બાનોના કૌટુંબિક દિયર તેમજ ભત્રીજા પર 6 થી 7 લોકોનો હુમલો

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના રણધીકપુર ગામના પીતા પુત્ર કે જેઓ પશુઓ લે વેચનો ધંધો વેપાર કરે છે

X

બહુચર્ચિત બિલકિસ બાનો કેસમાં તેમના સાક્ષી અને કોટુંબિક દિયર તેમજ તેમના ભત્રીજા ઉપર નજીવી બાબતે લીમખેડાના હાટ બજારમાં 6 થી 7 લોકો દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના રણધીકપુર ગામના પીતા પુત્ર કે જેઓ પશુઓ લે વેચનો ધંધો વેપાર કરે છે અને આજે તારીખ30મી એપ્રિલના રોજ લીમખેડા ખાતે હાટ બજાર હોવાથી તે બન્ને પીતા પુત્ર બકરાની ખરીદી કરવા માટે લીમખેડા ગામે આવ્યા હતા જ્યાં ત્રણ બકરાઓની ખરીદી તેમને કરી હતી અને તેમને ગેટ પાસ માટે ગેટ ઉપર ઉભેલા યુવક પાસે 500 રૂપિયાની નોટ આપતા તેની પાસે છુટ્ટા ન હોવાથી બન્ને લોકો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા જે બાદ મામલો વધુ બીચકતા ગેટ પાસ પર ઉભેલા ઈસમે તેના માણસોને બોલાવી લેતા તેમને લાકડીઓ અને પાઇપો વડે ફટકારયા હતા જેમાં બંને પિતા પુત્રોને હાથે પગે તેમજ શરીરના ભાગે ગદડાપાટુનો માર મરાયો હતો જેથી બંને લોકોના જણાવ્યા અનુસાર તેઓ બહુ ચર્ચિત રણધીકપુરની બિલકીસ બાનોના દિયર અજીત યુસુફ ઘાંચી અને બિલકિસ બાનોના ભત્રીજા આસિફ અજીત ઘાંચી આ બંને પિતા પુત્ર બિલકિસ બાનોના દિયર તેમજ તેમનો ભત્રીજો થતો હોવાનું જણાવ્યું હતુંદાહોદ: બહુચર્ચિત બિલકિસ બાનોના કોટુંબિક દિયરતેમજ ભત્રીજા પર 6 થી 7 લોકોનો હુમલો

Next Story