દાહોદ: ઝરીબુઝર્ગ પેટાચૂંટણીના માહોલ વચ્ચે ભાજપના સભ્ય પર હુમલો,કોંગ્રેસના કાર્યકરો પર આક્ષેપ

દાહોદના ઝરીબુઝર્ગ ગામે પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ખાટલા બેઠક યોજી રહેલ ભાજપના સભ્ય પર હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે

New Update
  • દાહોદમાં ઝરીબુઝર્ગ બેઠકની પેટાચૂંટણી

  • ભાજપના સભ્ય પર કરાયો હુમલો

  • ખાટલા બેઠક દરમ્યાન હુમલો કરાયો

  • ઇજાગ્રસ્ત સભ્યને સારવાર અર્થે ખસેડાયા

  • કોંગ્રેસના કાર્યકરો પર આક્ષેપ

દાહોદના ઝરીબુઝર્ગ ગામે પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ખાટલા બેઠક યોજી રહેલ ભાજપના સભ્ય પર હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે
દાહોદના ઝરીબુઝર્ગ ગામે ભાજપના સભ્યને કોંગ્રેસ કાર્યકર્તાઓએ માર માર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.ગરબાડા તાલુકાની ઝરી બુઝર્ગ બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા રાત્રી સમયે ખાટલા બેઠકો યોજાઈ રહી છે.ભાજપના સભ્યોએ રાત્રી દરમિયાન ઝરી બુઝર્ગ ગામના કલસ્યા ફળિયામાં બેઠક યોજી હતી ત્યારે બે ક્રુઝર કાર લઈને  15 જેટલા લોકો પહોંચ્યા હતા અને જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતી માજુ ભાભોરને માર મરાયો.
15 થી 20 જેટલા લોકોએ હાથમાં લાકડીઓ અને પથ્થર વડે માર મારતા ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ તરફ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.પોલીસે હાલ કાર કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે 
Latest Stories