દાહોદ : સાસરીમાં જવા નીકળેલો યુવાન રસ્તામાંજ થઈ ગયો ગાયબ, જુઓ તેની સાથે શું બન્યું..?

દાહોદ તાલુકાનાં કાળી તળાઈ નજીકથી 40 વર્ષીય યુવકનો તેની મોટરસાઇકલ સાથે મૃતદેહ મળી આવ્યો, અજાણ્યા ઇસમોએ યુવાકને મોના ભાગમાં પથ્થર વડે કર્યો હુમલો, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

New Update

દાહોદ તાલુકાના રાબડાલ ખાતેના રહેવાસી 40 વર્ષીય રાજુભાઈ કલારા બુલેટ ગાડી લઈ કાળી તળાઈ પોતાની સાસરીમાં જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મોડી સાંજ સુધી રાજુભાઈ કલારા પોતાના સાસરીમાં ન પહોંચતા પરિવારજનોએ તેઓની શોધખોળ ચાલુ કરી હતી. શોધખોળ દરમિયાન રાજુભાઈ કલારાની મોટરસાઇકલ કાળી તાળાઈ નજીકથી મળી આવી હતી. મોટરસાયકલ નજીક રાજુભાઈ લોહીલુહાણ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

પરિવારજનો દ્વારા બનાવ અંગે દાહોદ રૂલર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા મૃતક રાજુભાઈ કલારાને કોઈ અજાણ્યા ઇસમો દ્વારા મોઢાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરી દીધી હતી. જેને પગલે પોલીસે રાજુભાઈની લાશને પીએમ અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે મોકલી અજાણ્યા ઈસમો વિરૂદ્ધ હત્યા સંબંધી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Latest Stories