ડાંગ : સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત આહવા ખાતે ખેતીલક્ષી કાર્યક્રમ યોજાયો...

સુશાસન સપ્તાહની ઉજવણી કાર્યક્રમના ચોથા દિવસે આહવાના ડાંગ દરબાર હોલ ખાતે અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા

New Update

સુશાસન સપ્તાહની ઉજવણી કાર્યક્રમના ચોથા દિવસે આહવાના ડાંગ દરબાર હોલ ખાતે અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા ધારાસભ્ય વિજય પટેલે ડાંગ જિલ્લાના સમતોલ વિકાસ માટે સતત ચિંતિત રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમો, યોજનાઓ, પ્રકલ્પોની જાણકારી આપી પ્રાકૃતિક ડાંગ અભિયાનની સફળતા ડાંગના ખેડૂતોની જવાબદારી છે તેમ જણાવ્યુ હતું.

સુશાસન શાસન પ્રણાલીનો જાગૃતિ સાથે લાભ લઈને સ્વવિકાસ સાથે પરિવારનો વિકાસ સાધી આત્મનિર્ભર બનવાનો અનુરોધ કરતા ધારાસભ્યએ પ્રાકૃતિક ડાંગ પ્રોજેકટ અંતર્ગત નજીકના ભવિષ્યમા ઉપલબ્ધ થનારી સુવિધાઓનો ખ્યાલ આપ્યો હતો. પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ સહિત વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની જાણકારી આપતા ડાંગના ધારાસભ્ય વિજય પટેલે ખેડૂત ખાતેદારોને મળેલી આર્થિક સહાયની વિગતો આપી, સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આપતા ખેત ઓજારોનો પોતાની ખેતીમા ઉપયોગ કરવાની હિમાયત કરી હતી. આદિવાસી સમાજને શિક્ષણ સાથે જાગૃતિ કેળવવાની અપીલ કરતા ધારાસભ્યએ પીવાના અને સિંચાઇ માટેના પાણીની કાયમી સમસ્યાના નિવારણ અર્થે ડાંગની નદીઓ ઉપર પાંચ જેટલા મધ્યમકદના ડેમનું બાંધકામ કરીને ડાંગની ખેતીને સમૃદ્ધ કરવાનું લક્ષ કેન્દ્રિત કરાયુ છે તેમ જણાવી, ડેમ અંગેની વધુ ૧૯ યોજનાઓ પણ સરકાર કક્ષાએ વિચારાધીન છે તેમ ઉમેર્યુ હતું.