Connect Gujarat
ગુજરાત

ડાંગ : કોટબા ગામે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા, ગ્રામજનો સમક્ષ વિવિધ પ્રવૃતિઓ રજૂ કરાય...

સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા-ડાંગ દ્વારા તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સના પંચ પ્રકલ્પ અંતર્ગત પ્રાથમિક શાળા-કોટબા મુકામે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ડાંગ : કોટબા ગામે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા, ગ્રામજનો સમક્ષ વિવિધ પ્રવૃતિઓ રજૂ કરાય...
X

સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા-ડાંગ દ્વારા તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સના પંચ પ્રકલ્પ અંતર્ગત પ્રાથમિક શાળા-કોટબા મુકામે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

પર્યાવરણ સ્વચ્છતા, જળસંરક્ષણ, અને જળસંચય, કોરોના સંક્રમણ અટકાવવા, તથા રસીકરણ, ગૌ આધારીત પ્રાકૃતિક ખેતી, નશાબંધી તેમજ કુરીવાજ નિવારણ અને ફીટ ઇન્ડીયા મુવમેન્ટ જેવા વિવિધ પ્રકલ્પો અંતર્ગત નુક્કડ નાટક, લોક સંપર્ક તેમજ વિવિધ પ્રવૃતિઓ શાળાના બાળકો તથા ગ્રામજનો સમક્ષ રજુ કરી જન જાગૃતિ માટે સંદેશો આપવામાં આવ્યો હતો. ધવલીદોડ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ, પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ, ગ્રામજનો તેમજ કોલજના સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા કાર્યક્રમની શરૂઆતમાં સરપંચ દ્વારા પ્રસંગોચીત ઉદ્દબોધન કરાયું હતું. કાર્યક્રમના કો-ઓર્ડીનેટર પી.જે.ચૌધરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું મહત્વ સમજાવાયું હતું. કાર્યક્રમના અંતે પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા આભાર વિધી કરવામા આવી હતી.

Next Story