Connect Gujarat
ગુજરાત

ડાંગ: શૈક્ષણિક સંસ્થાઓમાં યોજાશે "ક્લીન ઈન્ડિયા" થીમ આધારિત ચિત્ર સ્પર્ધા.

ડાંગ: શૈક્ષણિક સંસ્થાઓમાં યોજાશે ક્લીન ઈન્ડિયા થીમ આધારિત ચિત્ર સ્પર્ધા.
X

તા. ૧લી ઓક્ટોબરથી ૩૧મી ઓક્ટોબર સુધી સમગ્ર દેશની જેમ ડાંગ જિલ્લામાં પણ 'ક્લીન ઈન્ડિયા પ્રોગ્રામ'નું આયોજન કરાયુ છે. જે મુજબ આજે ડાંગ જિલ્લાની ૧૮૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં ક્લીન ઈન્ડિયા થીમ આધારિત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

ડાંગ જિલ્લામાં આયોજિત કાર્યક્રમોની ચર્ચા કરતા જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ સંબંધિત વિભાગોને તમામ કાર્યક્રમોનુ સુચારુ આયોજન કરી ડે ટુ ડે ના રિપોર્ટિંગ બાબતે સમય મર્યાદાનો ખ્યાલ રાખવા સૂચના આપી હતી. આ માટે જિલ્લા રમતગમત કચેરી તથા નહેરુ યુવા કેન્દ્રને વિશેષ ચોકસાઇ દાખવવાની પણ કલેક્ટરશ્રીએ હિમાયત કરી હતી. ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.ચૌધરી તથા નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર પી.એ.ગામિત તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરીએ બેઠકની કાર્યવાહી સંભાળી અમલીકરણ અધિકારીઓને કાર્યક્રમની રૂપરેખા પૂરી પાડી હતી.

Next Story