Connect Gujarat
ગુજરાત

ડાંગ : પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાના કામોની સ્થળ ચકાસણી કરતા પ્રભારી મંત્રી...

ડાંગ જિલ્લામાં સિંચાઈની સુવિધાઓનો વ્યાપ વધારવા માટે અમલી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના ચાલી રહેલા કામોના સ્થળોની જાત મુલાકાત પ્રભારી મંત્રી નરેશ પટેલે લીધી હતી.

ડાંગ : પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાના કામોની સ્થળ ચકાસણી કરતા પ્રભારી મંત્રી...
X

ડાંગ જિલ્લામાં સિંચાઈની સુવિધાઓનો વ્યાપ વધારવા માટે અમલી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના ચાલી રહેલા કામોના સ્થળોની જાત મુલાકાત પ્રભારી મંત્રી નરેશ પટેલે લીધી હતી.

પ્રભારી મંત્રીની મુલાકતા દરમ્યાન સંબંધિત વિભાગોના પરસ્પર સંકલન અને સુચારુ અમલીકરણ સાથે આ યોજનાનો હેતુ સિદ્ધ થાય, તેવા ગુણવત્તાલક્ષી કામો બાબતે મંત્રીએ સૂચન સાથે માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત ભૂગર્ભ જળ વ્યવસ્થાપન કચેરી, ઉકાઈ દ્વારા ડાંગ જિલ્લાના ૨૫૪૦ લાભાર્થી ખેડૂતોના ખેતરમા ૨૧૫૦ જેટલા કુવા નિર્માણ કરવાનું કાર્ય ચાલી રહ્યુ છે.

પ્રભારી મંત્રી નરેશ પટેલની ડાંગ જિલ્લાની આ મુલાકાત વેળા તેમની સાથે ધારાસભ્ય વિજય પટેલ ઉપરાંત ડાંગ કલેકટર ભાવિન પંડ્યા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓએ જિલ્લાના લિંગા, બીલમાળ, ચૌક્યા, અને બોરખલ જેવા ગામોની મુલાકાત લઈ સ્થળ ચકાસણી કરી હતી.

Next Story