Connect Gujarat
ગુજરાત

ડાંગ : સાંસદ ડૉ. કે.સી.પટેલની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહનો પ્રારંભ, ભારતનું ભાવિ ઘડવા સૌને અપીલ કરાય...

ભારત રત્ન એવા ભૂતુપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલજીના દેશહિતના સંઘર્ષની ગાથા વર્ણવતા વલસાડ-ડાંગના સાંસદ ડૉ. કે.સી.પટેલે અટલજીએ સૌને સાથે રાખીને દેશને સુશાસન આપ્યુ હતું

ડાંગ : સાંસદ ડૉ. કે.સી.પટેલની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહનો પ્રારંભ, ભારતનું ભાવિ ઘડવા સૌને અપીલ કરાય...
X

ભારત રત્ન એવા ભૂતુપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલજીના દેશહિતના સંઘર્ષની ગાથા વર્ણવતા વલસાડ-ડાંગના સાંસદ ડૉ. કે.સી.પટેલે અટલજીએ સૌને સાથે રાખીને દેશને સુશાસન આપ્યુ હતું તેમ જણાવ્યુ હતું. આહવાના ડાંગ દરબાર હોલ ખાતે યોજાયેલા સુશાસન સપ્તાહ ઉદ્દઘાટન કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા સાંસદએ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જેવી અનેક હિતલક્ષી યોજનાઓની દેશને અટલજીએ ભેટ આપી છે તેમ જણાવ્યુ હતું. કવિહૃદય અને સંવેદનશીલ ગુણોના ધણી એવા અટલજીના બતાવેલા માર્ગે ચાલવાની સૌને અપીલ કરતા, સાંસદએ સૌને સુશાસન સપ્તાહના કાર્યક્રમમાં સહયોગી થવાની હિમાયત કરી હતી.

ભારતના ભુતપૂર્વ વડાપ્રધાન અને તત્કાલિન સફળ સુકાની અટલજીના સુશાસનની જાણકારી આપતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિતે સુશાસનની શરૂઆત કરનારા દેશના સફળ સુકાનીના કાર્યો, અને જીવનમાંથી પ્રેરણા લઈને સૌને સમૃદ્ધ ભારતનું ભાવિ ઘડવાની અપીલ કરી હતી. ભારત રત્ન એવા ભુતપૂર્વ વડાપ્રધાન અટલજીના જીવન કાળની ઝાંખી કરાવતા ધારાસભ્ય વિજય પટેલે સંવેદનશીલ હૃદયના અટલજીએ, દેશહિતના દ્રઢ અને મક્કમ નિર્ણયો લીધા છે તેમ જણાવ્યુ હતું. સુશાસનની આદર્શ પરિભાષા દેશને અટલજીએ આપી છે, તેમ જણાવતા ધારાસભ્યએ અટલજીના યોગદાનની ગાથા વર્ણવી હતી. ઉલ્લેખનિય છે કે, ભારતના ભુતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. અટલબિહારી વાજપેયીજીના જન્મદિને દેશભરમાં ગુડ ગવર્નન્સ ડેઉજવવામાં આવે છે.

Next Story